શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ ખીરધાર ગામ ખાતે મહેસૂલ વિભાગના ઉપસચિવશ્રીએ ૩૭ બાળકોને આવકારીને શાળામાં નામાંકન કરાવ્યું
શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ : ગીર સોમનાથ
ખીરધાર ગામ ખાતે મહેસૂલ વિભાગના ઉપસચિવશ્રીએ ૩૭ બાળકોને આવકારીને શાળામાં નામાંકન કરાવ્યું
-----------------
ઉપ સચિવશ્રીએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ,સાહિત્ય નિર્દેશન,કોમ્પ્યુટર લેબ અને પ્રજ્ઞા વર્ગખંડની મુલાકાત લીધી
--------------
ગીર સોમનાથ,તા.૨૮: આજરોજ મહેસૂલ વિભાગના ઉપ સચિવ શ્રી પૂજાબેન ઉપાધ્યાય ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલા શ્રી ખીરધાર પે.સેન્ટર શાળા ખીરધાર ગામ ખાતે ૩૭ બાળકોને આવકારીને શાળામાં નામાંકન કરાવ્યું હતું.
મહેસૂલ વિભાગના ઉપ સચિવશ્રીએ ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેની ઉજવણી થઈ રહી છે.
સરકાર દ્વારા ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને બાળકો સ્કૂલ આવવા માટે પ્રેરાય તે માટે સ્માર્ટ ક્લાસ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ નિપૂર્ણ ભારત સાહિત્ય સહિત અવનવા પ્રોજેક્ટ અમલમાં મૂકીને પ્રયત્નો થઈ રહ્યા છે.
વધુમાં ઉપસચિવ શ્રી એ જણાવ્યું કે, સરકાર બાળકો શિક્ષિત બને તે માટે પ્રયત્નો કરે છે. ત્યારે ગ્રામજનો અગ્રણીઓ આપણી સૌની પણ ફરજ બને છે કે શાળાને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થઈને આપણુ રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બને તે માટે પ્રયત્ન કરીએ.
મહેસુલ વિભાગના ઉપસચિવશ્રીએ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ધો.૧માં ૧૭, બાલવાટીકામાં ૧૮ અને આંગણવાડીમાં ૨ બાળકોને શૈક્ષણિક કિટ આપીને શાળામાં નામાંકન કરાવ્યું હતું. તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મહાનુભાવોએ શુભેચ્છાઓ આપી હતી.તેમજ એસ.એમ.સીના સભ્યો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.
તદુપરાંત ઉપસચિવશ્રીએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ,સાહિત્ય નિર્દેશન,કોમ્પ્યુટર લેબ અને પ્રજ્ઞા વર્ગખંડ સહિતની દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછું એક વૃક્ષ તો ઉછેરે જ એવા અનુરોધ સાથે શાળાના પ્રાંગણમાં સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.