મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ભાડલા કન્યા પ્રા. શાળા ની 16 વિદ્યાર્થીઓની પસંદગી થઇ - At This Time

મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના પરીક્ષામાં ભાડલા કન્યા પ્રા. શાળા ની 16 વિદ્યાર્થીઓની પસંદગી થઇ


રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ધો-૫ માટે લેવાયેલ 'જ્ઞાન સેતુ’ શિષ્યવૃતિ પરીક્ષામાં ભાડલા કન્યા પ્રા શાળા (તા-જસદણ)ની ૧૦ અને ધો-૮ માટે લેવાયેલ ‘જ્ઞાન સાધના' પરીક્ષામાં ૦૬ મળીને કુલ ૧૬ વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યુ છે. ધો-૫ માટે લેવાયેલ જ્ઞાન સેતુ પરીક્ષામાં સતિકુંવર વૈભવી, શેખ હેમાંશી, ખસિયા પૂર્વી, શાહમદાર રોઝમીન અને પરમાર શ્રદ્ધા, સરવૈયા શ્રુતિ, સરવૈયા વૈશાલી, બ્લોચ અફ્સાના, મેટાળિયા ધારા અને ચાવડા જેમિશા તેમજ ધો-૮ માટે લેવાયેલ જ્ઞાન સાધના પરીક્ષામાં માલકિયા નિશા અને ડોડિયા રાધિકા, કોબિયા દિપાલી, સોલંકી કોમલ, રાઠોડ દીપિકા, રાઠોડ કિંજલ આમ કુલ ૧૬ વિદ્યાર્થીનીઓએ સદર શિષ્યવૃતિ પરીક્ષાના મેરિટમા સ્થાન પ્રાપ્ત કરી શાળા ગૌરવની યશ કલગીમાં વધારો કર્યો છે. શાળાના આચાર્ય એચ.જે.કારિયા એ તમામ બાળકોને આ તકે તેમની સિદ્ધી ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.