” ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના જન્મદિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ડભોઇમાં આગમન “ - At This Time

” ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના જન્મદિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ડભોઇમાં આગમન “


રિપોર્ટ :- નિમેષ સોની , ડભોઇ

ડભોઇને દભૉવતિ નગરી બનાવવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ( સોટ્ટા) સતત પ્રયત્નશીલ રહ્યા છે. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસના શુભ અવસરે ડભોઇ ૧૭ ગામ પટેલ વાડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જેનું ડભોઇ નગરપાલિકાના કર્મચારીગણદ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તા. ૫ મી જુલાઈ થી તા.૧૯ મી જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાવાની છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ જે ૨૦ વર્ષનો વિશ્વાસ - ૨૦ વર્ષના વિકાસનું પ્રજા સમક્ષ નિદર્શન છે. આ રથ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના બે ગામોમાં પરિભ્રમણ કરશે. જે અંગેનો રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી તૈયાર કરવામાં આવ્યો છે અને આજે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસના શુભ અવસરે આ રથ ડભોઇ આવી પહોંચ્યો હતો.
આ રથ વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો અને જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમાં પરિભ્રમણ કરશે.જે વડોદરા, પાદરા, કરજણ, ડભોઇ તાલુકાના ગામડાઓને આવરી લેશે. વંદે ગુજરાત યાત્રાનું ગામડાઓમાં ઠેર ઠેર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા સાથે રાત્રિ રોકાણના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે એમ કલેકટરશ્રી જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં ૧૫ દિવસ સુધી યોજાનારી આ યાત્રામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે.
આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. ડભોઇ ખાતે ૭૬ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા વિસ્તારના ૪૦ લાભાર્થીઓને ગુજરાત શહેરી આજીવિકા મિશનની ફેરિયાઓને લોન માટેની પી.એમ. સ્વનિધી યોજના તથા વ્યક્તિગત લોન સહાય યોજના, આઈ.સી.ડી.એસ. વિભાગના ૧૫ લાભાર્થીઓમા સગર્ભા મહિલા માટે તથા કિશોરીઓ માટે પોષણ માટેની લાભકારી યોજનાઓના, આરોગ્ય વિભાગ ના ૧૫ લાભાર્થીઓને આયુષ્ય માન કાર્ડ યોજના, તથા એમ.જી.વી.સી.એલ.ના ૬ લાભાર્થીઓને ઝૂંપડા વિજળી કરણ યોજનાના લાભ આપવામાં આવ્યા હતાં. વડોદરા જિલ્લામાં યાત્રાના સફળ સંચાલન માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ નોડલ અધિકારીઓની પણ નિમણુક કરવામાં આવી છે.
ડભોઇમાંઆ રથનાં આગમન સમયે ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે ડભોઇના નાયબ કલેક્ટર પંચાલ સાહેબ, ડભોઇના મામલતદાર ચિંતનભાઈ ચૌધરી, ફોરેસ્ટ ઓફિસર કલ્યાણી બેન ચૌધરી,વિવિધ વિભાગોના અધિકારીઓ, ભાજપાના વિવિધ પદાધિકારીઓ, કાર્યકરો, હોદ્દેદારો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.