બોટાદની શ્રી સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ ખાતે લોકગીત સ્પર્ધાનું આયોજન કરાયું
(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ ના પાટીવાળા ની વાડી ખાતે આવેલ શ્રી નિલકંઠ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ ગુજરાતી લોકસાહિત્ય પ્રત્યે અભિમુખ બને એવાં હેતુથી લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સ્વામિનારાયણ ગુરુકુળ - લાઠીદડનાં શિક્ષક શ્રી ભરતભાઈ ખાચરે વિદ્યાર્થીઓને લોકસાહિત્ય અને લોકગીત અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ સ્પર્ધામાં સાહિત્યપ્રેમી રણજીતભાઈ ધાધલ તથા શાળાનાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ચડોતરા સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં. આ સ્પર્ધાનાં વિજેતાઓને તથા શાળાની રાઉન્ડ ટેસ્ટ - ૨ માં ધો. ૯ થી ૧૨ નાં ટોપ થ્રી રહેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવાર અને સંચાલન પારેખ લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.