જાફરાબાદના દરિયાકાંઠે માછીમારોના જીવ બચાવી શકાશે. - At This Time

જાફરાબાદના દરિયાકાંઠે માછીમારોના જીવ બચાવી શકાશે.


રિપોર્ટ - મહેશ વરુ - રાજુલા

જાફરાબાદના દરિયાકાંઠે માછીમારોના જીવ બચાવી શકાશે.

પીપાવાવ મરીન પોલીસ દ્વારા સ્પીડ બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું

જાફરાબાદ ના દરિયાકાંઠે મોટાભાગની વસ્તી માછીમાર સમાજની છે અને માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જતા હોય છે ત્યારે અમુક સમયે માછીમારોને કોઈ અકસ્માત થાય હાર્ટ એટેક આવે અથવા તો બીમાર હોય ડૂબી જવાનો ભય હોય ત્યારે ભારે હાલાકી પડતી હતી અને પાણીનો ભરાવો હોય તો સામાન્ય બોટ તેને લેવા માટે જઈ શકતી ન હતી

આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ખારવા સમાજના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા ગૃહ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી કે જાફરાબાદ ને આ બોટ સ્પીડ બોટ મળે જેથી માછીમારોના જીવ બચાવી શકાય

જાફરાબાદ ના માછીમારો બે વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ( મરીન પોલીસ) ની સ્પીડ બોટ મરીન પોલીસના P.I. ઈશરાણીના વરદહસ્તે ચાલુ કરવામાં આવતા માછીમારો મા ખુબજ આનંદ વ્યાપી જાવા પામ્યો છે,આ બોટ દ્વારા માછીમારો ની દરિયામાં જાન બચાવી શકાશે,

આ બાબતે કનૈયાલાલ સોલંકી પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિયેશન જાફરાબાદ સેન્ટર એડવાઝરી કમિટી મેમ્બર ( ભારત સરકાર) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બોટની સ્પીડ 30 નોટીકલ મારી છે જેથી કરીને આકસ્મિક સંજોગોમાં ગમે તેવી પાણીની ભરતી હોય તો પણ આ સ્પીડ બોટ દ્વારા તેના જીવ બચાવી શકાશે માછીમારોના હિતમાં આ બોટનું લોકાર્પણ આજ રોજ કરવામાં આવતા માછીમારોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.