બોટાદ ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરાયા
બોટાદ ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને સન્માનપત્ર એનાયત કરાયા
સમગ્ર દેશમાં મિલેટ્સ એટલે કે જાડા ધાન્યોમાં રહેલા પોષકતત્વો અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવી રહ્યા છે. લોકો પૌષ્ટિક મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતીથી પકવેલા અન્નનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરિત થાય તેવા હેતુ સાથે મિલેટ્સ વર્ષ-2023ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આપણાં પરંપરાગત અને વિશેષ ગુણકારી બાજરી, જુવાર, રાગી, મકાઇ સહિતના ધાન્યો વિશે જાગૃતિ આવે તે હેતુથી બોટાદ જિલ્લા આઇ.સી.ડી.એસ વિભાગ અંતર્ગત બોટાદ ઘટક 1 અને 2 દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ મિલેટ્સ બર્ગર, જુવાર ઉપમા, મસાલા મિલેટ્સ ખીચડો, રાગી પૂડલા સહિતની સ્વાદિષ્ટ અને સાત્વિક વાનગીઓ બનાવી હતીમિલેટ્સ વાનગી સ્પર્ધામાં મહિલાઓ દ્વારા મિલેટ્સનો ઉપયોગ કરી પોષકતત્વોસભર વાનગીઓ બનાવવામાં આવી હતી, તેમજ ડી.સી.(પોષણ અભિયાન) દ્વારા ઉપસ્થિત લોકોને શ્રી અન્નના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડીના બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મિલેટ્સ વાનગી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ અવનવી વાનગીઓ બનાવી હતી. શ્રેષ્ઠ વાનગી બનાવનારા મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.