વિસાવદરના રાજગોર બ્રહ્મસમાજના વયોવૃદ્ધ પ્રભાશંકરદાદા દ્વારા સબવાહીની ખરીદ કરવા એકાવન હજારનું દાન
વિસાવદરના રાજગોર બ્રહ્મસમાજના વયોવૃદ્ધ પ્રભાશંકરદાદા દ્વારા સબવાહીની ખરીદ કરવા એકાવન હજારનું દાનવિસાવદરતા. વિસાવદર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના વડીલ અને રાજગોર બ્રહ્મ સમાજના માડાવડના શ્રી પ્રભાશંકરભાઈ ગલાભાઈ વિકમાં તરફથી કેટલાય દિવસથી ચાલતા ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા ચાલતા સબવાહીની ખરીદ કરવાના કાર્યની તેમને જાણ થતાં આજરોજ માડાવડ ખાતે તેમના નિવાસસ્થાને ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીને બોલાવી સૌથી વધુ રકમ રૂપિયા ૫૧.૦૦૦/-ની માતબર રકમનો ફાળો હસ્તે તેમના પુત્રો મુળુભાઈ.ગિજુભાઈતથા મુન્નાભાઈના વરદ હસ્તે અપાવેલ છે આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર શહેર તથા તાલુકાની જનતા વતી પૂજ્ય પ્રભાશંકરબાપાનો ખુબ ખુબ આભાર માની તેઓ ખુબ જ લાબુ અને નિરોગી દીર્ઘઆયુષ્ય ભોગવે તેવી શુભેચ્છાઓ આપેલ હતી
આ તકે ઉલ્લેખનીય છે કે,શ્રી પ્રભાશંકરભાઈ વિકમાં દ્વારા તેમના ખોબા જેવડા ખુબ જ નાના ગામમાં થોડા મહિનાઓ પહેલા ચબૂતરો બનાવવા માટે ગામના લોકોને એકત્રિત કરી પંખીઓ માટે પોતાના ખર્ચ રૂપિયા ૨,૫૧,૦૦૦/-જેવી માતબર રકમ આપી ચબૂતરો બનાવી આપેલ તથા માડાવડ ગામમાં અભ્યાસ કરતા નાના બાળકો માટે ગામની સ્કૂલમાં વોટર કુલર રૂપિયા ૩૦,૦૦૦/-ના ખર્ચ ફિટ કરાવી આપેલ આ ઉપરાંત અમદાવાદ ખાતે રાજગોર વિદ્યાર્થીભુવનમાં પણ રૂપિયા ૫૧,૦૦૦/-ની રકમ દાનમાં આપેલ છે.
શ્રી પ્રભાશંકર દાદા સ્વભાવ કોકને ખવરાવીને ખુશી થવાનો હોય અત્યંત સરળ સ્વભાવના કારણે સમગ્ર પંથકમાં ખુબજ મુઠી ઉચેરા માનવી તરીકેની છાપ ધરાવતા હોય અવારનવાર તેમના નિવાસસ્થાને ભજન,ભોજન તથા સત્સંગના કાર્યક્રમો કરી ગામને તથા તાલુકાના જુદા જુદા વ્યક્તિઓને ધુવાડાં બંધ રીતે જમાડતા હોય તેમજ અવારનવાર દેગ કરીને પણ લોકોને પ્રેમથી પોતે આમંત્રણ આપવા જઇ આવનાર લોકોને પ્રેમથી જમાડતા હોય છે તેમના ત્રણેય પુત્રો મુળુભાઈ,ગિજુભાઈ તથા મુન્નાભાઈ પણ પિતાને ચિલ્લે ચાલી લોકસેવાના કાર્યો કરી રહેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.