રાજકોટમાં વરસાદી ઝાપટા વચ્ચે એક સપ્તાહમાં શરદી ઉધરસના 307, ઝાડા-ઊલટીના 87 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ , મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 307, તાવના 74 અને ઝાડા-ઊલટીના 87 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 4, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.