TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણય સામે વિરોધ: કલેકટર તંત્રને આવેદન - At This Time

TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણય સામે વિરોધ: કલેકટર તંત્રને આવેદન


રાજકોટ સહિત રાજયભરમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા ટીઆરબી (ટ્રાફીક બ્રીગેડ) જવાનોને ક્રમશ: તાત્કાલિક છુટા કરવાના લેવાયેલા આ નિર્ણય સામે જબર વિરોધ ઉઠવા પામેલ છે. આ અંગે આજે રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે ટીઆરબી જવાનોએ ઉમટી પડી કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કયુર્ં હતું.
રાજકોટ શહેરમાં 135 જેટલા ટીઆરબી જવાનો ફરજ બજાવી રહ્યા છે. જેઓને જવાન દીઠ રૂા.300નું મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. જયારે રાજયમાં 6400 જેટલા ટ્રાફીક બ્રીગેડના જવાનો ફરજ બજાવી રહ્યા છે. આ જવાનો અને તેમના પરીવારજનોની સામુ જોઈ સરકાર જવાનોને છુટા કરવાના નિર્ણય અંગે ફેર વિચારણા કરે તેવી આ જવાનોએ માંગણી ઉઠાવી હતી.
જવાનોએ જણાવ્યું હતું કે ટ્રાફીક બ્રીગેડના જવાનોને તાત્કાલિક છુટા કરવાનું યોગ્ય નથી. છેલ્લા પાંચ કે દસ વર્ષથી પોતાના જીવનમાં કારકીર્દી બનાવવાનો અમુલ્ય સમયમાં તેઓએ માનવ સેવક તરીકે સેવા આપેલ છે. કોરોના કાળ અને લોકડાઉનના સમયમાં પણ તેઓએ પોતાના જીવને નેવે મુકી ફરજ બજાવી છે. ટ્રાફીક બ્રીગેડના જવાનોને છુટા કરવાનો નિર્ણય તેઓએ અવગણ્યો હતો તેમજ સરકાર આ નિર્ણયને પરત ખેંચી તેઓની રોજગારી ન છીનવાઈ તે માટે ન્યાય આપે તેવો શુર આ જવાનોએ વ્યકત કર્યો હતો.
રાજકોટ: ટીઆરબી જવાનો આજે કલેકટર કચેરી ખાતે પોતાની માંગણી સંદર્ભે તંત્રને રજૂઆત કરે તે પહેલા જ એસીપી સાથેના પોલીસ કાફલાએ દોડી આવી જવાનોને અટકાવી દીધા હતા.

ટીઆરબીના માત્ર પાંચ જવાનોને જ રજૂઆત માટે કલેકટર કચેરીમાં જવાની પરમીશન પોલીસ અધિકારીઓએ આપી હતી જયારે બાકીના ટીઆરબી જવાનોને ગ્રાઉન્ડમાંથી જ બારોબાર જ વળાવી દેવામાં આવેલ હતા. ટીઆરબી જવાનો કલેકટર કચેરીમાં પ્રવેશ કરે તે પૂર્વે જ એસીપી સાથેના પોલીસ કાફલો ત્રણ જીપમાં કલેકટર કચેરી ખાતે ધસી આવ્યો હતો. અને આ જવાનોને કલેકટર કચેરીમાં પ્રવેશવા પર જ પ્રતિબંધ મુકી બારોબાર વળાવી દેવામાં આવેલ હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.