જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ
જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટ, જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. સદરહુ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના જસદણના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપાલ સીનીયર સીવીલ જજ & એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ શ્રી કે.એન.દવે તથા એડી.સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠક્કર સાહેબ દ્રારા તથા રજીસ્ટારશ્રી એમ.બી.પંડયા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરીશ્રી જે.જે.જોશી તથા ન્યયાલયના કર્મચારીઓ તથા હાજર પી.જી.વી.સી.એલ તથા બેન્કના કર્મચારીઓ તથા પક્ષકારો તેમજ વકીલોની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. સદરહુ લોક અદાલતમાં એક જ દિવસમાં કોર્ટમાં પ્રિલીટીગેશન તથા સ્પેશીયલ સેટિંગના કેસોમાં કુલ ૧૧,૧૨,૦૦૦/- જેટલી રકમ એક જ દિવસમાં રિકવર કરવામાં આવેલ.આમ કુલ ૩૨૨ કેસના નિકાલ સાથે કુલ મળી રૂપિયા ૧૨,૧૫,૮૫૩/- જેટલી રકમ બેંક, પી.જી.વી.સી.એલ. તથા સરકારશ્રીને પ્રાપ્ત થયેલ. આ લોક અદાલતનો બહોળી સંખ્યામાં પક્ષકારોએ લાભ લીધેલ.જે આ લોક અદાલતના કનસીલીએટર & તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.