રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર ઘરેણાં બનાવવા માટે વેપારીનું રૂ. 9 લાખનું સોનુ લઇ ફરાર, પોલીસ તપાસ શરૂ
રાજકોટ શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા અને સોની કામની દુકાન ધરાવતાં વેપારીએ રામનાથપરામાં દાગીનાની ડિઝાઇન બનાવતાં બંગાળી કારીગરને બુટી બનાવવા માટે 100 ગ્રામ ફાઇન સોનું અને એક 18 કેરેટનો 29 ગ્રામનો ચેન આપ્યો હતો. જે તમામ બુટી 5 દિવસમાં બનાવીને પરત કરવાની હતી, પરંતુ દિવસો વીતવા છતાં પણ બુટી બનાવીને આપી ન હતી. જેથી તપાસ કરતાં બંગાળી કારીગર વેપારીનું રૂપિયા 9 લાખની કિંમતનું સોનું લઇને ફરાર થઇ ગયાનું માલૂમ પડતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.