ગાંધીનગરના દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ ખાબરાવારા ગોગામહારાજ મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ
દહેગામ તાલુકાના ચેખલાપગી ગામની સીમમાં આવેલ શ્રી ખાબરાવાળા ગોગા મહારાજ નો હવન હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉમટી પડ્યા હતા. દહેગામ તાલુકાના ચેખલાપગી ગામની સીમમાં આવેલ ખાબરાવારા ગોગા મહારાજનો હવન હોમ યજ્ઞ તેમજ મંદિરમાં જાતરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તોએ બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો. સાંજે ગોગા બાપાની જાતર તેમજ સવારે હવન અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ચેખલાપગી, સુખડ, કાનપુર, વાસણા ચૌધરી તેમજ અન્ય ગામડાઓમાંથી ખુબ મોટી સંખ્યામાં ભાવિભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
