અરવલ્લી દ્વારા જીલ્લાના તમામ નાગરીકોને સાયબર ક્રાઇમ ફ્રોડથી સુરક્ષીત કરવા અપીલ કરવામાં આવી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બારવાલ સાહેબ, અરવલ્લીનાઓએ સાયબર ક્રાઇમ અંતર્ગત ના ફ્રોડના ગુન્હાની પ્રવૃત્તિ ડામવા તથા સાયબર ક્રાઇમના ગુન્હાઓ ડીટેક્ટ કરવા તેમજ આરોપીઓને પકડી પાડવા તથા હોલ્ડ થયેલ નાણાં સમયમર્યાદામાં રીફંડ અપાવવા તથા સાયબર ક્રાઇમને ડામવા અવરનેશ ના પ્રોગ્રામ કરવા સારૂ સુચના આપેલ હોય, જે અનુસંધાને મદદનિશ.પો.અધિક્ક્ષક સા શ્રી એસ.એસ.કેસવાલા મોડાસા વિભાગ, મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ.
અત્રેના અરવલ્લી જીલ્લા ખાતે સને-૨૦૨૪ માં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં.૧૯૩૦ ધ્વારા ઓનલાઇન કુલ ૧૮૦૩ અરજી મળેલ જે અરજી મુજબ કુલ રૂ. રૂ.૧,૭૭,૩૦,૭૨૯ /- હોલ્ડ થયેલ જે મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી ધ્વારા કુલ રૂ.૫૧,૨૮,૦૭૮ /- જે તે ભોગબનનાર ના ખાતામાં રીફંડ કરાવેલ છે.
સાયબર ક્રાઇમના ગુનાની તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ એકાઉન્ટ નો-ડેબિટ કરવામાં આવતા
હતા પરંતુ હવેથી ગુનામાં માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચૌકકસ રકમને જ લીન માર્ક કરવામાં આવશે જેથી જે તે એકાઉન્ટ
હોલ્ડરને તેનું એકાઉન્ટ નો-ડેબિટ થવાથી આવતી સમસ્યાનો હલ આવશે. અને આ નવા સુધારાથી સામાન્ય માણસોને થતી
હાલાકી દુર થશે.
જો તમારૂ બેંક એકાઉન્ટ ફ્રીજ (નો-ડેબિટ) થઇ ગયેલ હોય તો તમારી બિન સંડોવણી દર્શાવતા પુરાવા સાથે નજીક ના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અનફ્રીજ કરી શકો છો. અથવા મો.નં.079-23250798 અથવા http://unfreeze.cidguj.co.in/ raise અને ઇમેઇલ ID -cybercidhelpline9@gujarat.gov.in પર ગુજરાત સાયબર પોલીસનો સંપર્ક કરશો. રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ કુલ ૨૮,૦૦૦/- બેંક ખાતાઓ અનફ્રીજ કરવામાં આવ્યા જે કોઇ સાયબર ક્રાઇમ ગુનામાં ડાયરેક્ટ સંડોવાયેલ હતા નહી. જેઓ ખોટી રીતે પ્રેમેન્ટ સ્વીકારીને સાયબર ક્રાઇમનો ભોગ બનેલ હતા.
અરવલ્લી જીલ્લા પોલીસ ધ્વારા સાયબર ક્રાઇમ લગત ગુનો આચરવામાં વપરાતી નવી યુકિત (M.O.) ના અવરનેશ પ્રોગ્રામ કરવામાં આવે છે જે અંતર્ગત વર્ષ-૨૦૨૪ માં કુલ-૨૦ પ્રોગ્રામ કરવામાં આવેલ છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લી દ્વારા જીલ્લાના તમામ નાગરીકોને સાયબર ક્રાઇમ ફ્રોડથી સુરક્ષીત કરવા અપીલ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમથી બચવા આટલું ધ્યાન રાખો.
(૧) કોઇ પણ બેંક કર્મચારી એ.ટી.એમ.કાર્ડ/ કર્ડીટ કાર્ડ બંધ થવા સંબધે કયારેય ફોન કરતા નથી. તથા આવો
કોઇ ફોન આવે ત્યારે બેંકની કોઇ માહીતી અથવા ઓ.ટી.પી. નંબર અથવા એ.ટી.એમ.કાર્ડ/ કર્ડીટ કાર્ડ ને
લગત કોઇ માહીતી આપવી નહી.
(૨) એ.ટી.એમ. રૂમમાં દાખલ થાવો તયારે કોઇ અજાણ્યા ઇસમ પાસવર્ડ જોવે નહી તે સારૂ એ.ટી.એમ. રૂમમાં
અન્ય વ્યકિતને પ્રવેશ કરવા દેવો નહી.
(૩) મોબાઇલ ઇનબોક્સમાં પૈસા જમા કે કપાતનો કોઇ મેસેજ આવે તો બેન્ક અપ્લિકેશન સિવાય કયાંય ખરાઇ
કરવી નહી.
(૪) ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ અજાણ્યા લીંક ઉપર કિ્લક કરવું નહી.
(૫) નોકરી આપવાની કોઇ જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા સાથે બેંક ડીટેઇલ સબમીટ કરવી નહી.
(૬) ગુગલ સર્ચ એન્જીન દ્વારા મેળવેલ કોઇપણ માહીતી પર સંપુર્ણ વિશ્વાસ કરવો નહી. તેમજ ઓફીસીયલ
વેબસાઇટ પરથી જ માહીતી મેળવવી.
(૭) ફેસબુક, ઇન્ટાગ્રામ જેવા સોસયલ મીડીયા પ્લેટફોર્મ પર કોઇ લોભામણી જાહેરાત પર આપેલી લીંક પર
ક્લીક કરવુ નહી. તેમજ કોઇ લોભામણી જાહેરાતમાં આવી જવુ નહી. તથા વોટ્સએપ એપલીકેશનમાં TWO
STEP VERIFICATION SETTING રાખવું.
(૮) જો આપની સાથે સાયબર ક્રાઇમ નો ગુન્હો બને તો આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને
તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તમારી ફરીયાદ નોંધાવવી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.