જસદણમાં શુક્રવારે સીટી પ્રાઈડ થિયેટરમાં પાંચાળ ફિલ્મ & સ્ટુડિયો પ્રસ્તુત અનોખું ગુજરાતી રંગીન ધાર્મિક ફિલ્મ *ધરમ” 3 કલાકે મુહૂર્ત સાથે રિલીઝ થશે
ગુજરાતભરના સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકારો અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી ફિલ્મ શો ખુલ્લો મુકાશે. કાઠીયાવાડી આપણી તળપદી ભાષાને જીવંત રાખવા અને આવનાર પેઢીને માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યેનો લગાવ વધે તેવા પ્રયાસથી પાંચાળ પ્રદેશના વિછીયા તાલુકાના છાસીયા ગામના વતની માનભાઈ કવિએ પોતાની આગવી કોઠાસૂજથી " ધરમ " ફિલ્મ બનાવી સૌરાષ્ટ્ર અને પાંચાળ ધરાને ખોળે ધરી છે. લેખક અને ફિલ્મ મેકર હરેશ જોગરાણા ના માર્ગદર્શનથી બનેલ ફિલ્મ ગુજરાતીઓમાં નવો ઉત્સવ લાવશે. ધરમથી મહાન આ સૃષ્ટિમાં બીજું કાંઈ નથી ધરમ મારનાર અને પકડી રાખનાર માનવીનો અવતાર જ ધન્ય બની જાય છે, અને મૃત્યુલોકનો ફેરો સફળ બની જાય છે. એવા જ આ ધરમધારી માનવીની આ કથા છે. ધરમ પિક્ચરનાં મુખ્ય ભાગો કથા પટકથા સંવાદ અને ગીતનાં શબ્દો માનભાઈ કવિના છે, સંગીત પંકજ ભટ્ટ, નિર્માતા માનસંગ ખીસડીયાં, મનોજ ખીસડીયા અને સુરેશ ચૌહાણ છે, ડાયરેક્ટર રાજુ વાસાવડ અને નિર્માણ સ્થળ લકી સ્ટુડિયો હાલોલ ખાતે થયેલ છે તેમજ રેકોર્ડિંગ રુદ્રાક્ષ સ્ટુડિયો રાજકોટ ખાતે થયેલ છે. ધરમ પિક્ચર નું રિલીઝ 29.11.24 ના રોજ બપોર 3 કલાકે સીટી પ્રાઈડ સિનેમા જસદણ અને એ વર્લ્ડ સિનેમા બોટાદ ખાતે રિલીઝ થશે. રીલિઝ બાય લેખ એન્ટરપ્રાઇઝ, ભદ્રેશ ભાવનગરી નો મહત્વનો ફાળો રહ્યો છે, ધરમ પિક્ચરના માર્ગદર્શક સલાહકાર અને આપણી લોકકલા, લોક સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરનાર પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ ધરમ પીકચર અચૂક જોવા સમગ્ર ગરવી ગુજરાત, સૌરાષ્ટ્ર અને પાંચાળ પ્રદેશના નાગરિકોને અપીલ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.