RTOએ 3 મહિનામાં નિયમનો ભંગ કરનારા ચાલકોને 15 લાખનો દંડ કર્યો - At This Time

RTOએ 3 મહિનામાં નિયમનો ભંગ કરનારા ચાલકોને 15 લાખનો દંડ કર્યો


આરટીઓ દ્વારા જિલ્લામાં ટ્રાફિકનું નિયંત્રણ કરાવવા ઉપરાંત ઓવરસ્પીડથી કોઈ પણ પ્રકારના અકસ્માતો ના સર્જાય તે માટે છેલ્લા 3 મહિનાથી ગાંધીનગર જિલ્લાના દરેક રોડ પર વોચ રાખીને નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં વાહનચાલકોને વિવિધ નિયમોના ભંગ બદલ 15 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગાંધીનગર આરટીઓ દ્વારા વાહન ચાલકોને નિયમોનુસાર વાહન ચલાવવા માટે ફરજ પડાવીને જિલ્લામાં તહેવારોના સમયે પણ ટ્રાફિક નિયમન કરવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.