પુનિતનગરના 40 મકાન ઉપર 66 કે.વી. વીજલાઈનનું જોખમ
વાયર ઊંચો લેવા અથવા કાઢી નાખવા સ્થાનિકોની PGVCLમાં રજૂઆત
પુનિતનગર કર્મચારી સોસાયટીમાં સ્થાનિક રહેવાસીઓના ઘર ઉપર 66 કે.વી. વીજલાઈન પસાર થતી હોવાને કારણે લોકોના જીવનું જોખમ છે અને આ લાઈન હટાવવા સ્થાનિકોએ પીજીવીસીએલના અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે, પુનિતનગર કર્મચારી સોસાયટીમાં લગભગ 30થી 40 જેટલા મકાનની ઉપરથી 66 કે.વી. વીજલાઈન પસાર થાય છે. આ વીજલાઈનને કારણે 1 બાળક અને એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આવી ગંભીર બાબત હોવા છતાં પી.જી.વી.સી.એલ. અત્યાર સુધી કોઈ એક્શન લીધા નથી અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ મળ્યો નથી. તો શું પીજીવીસીએલ હજુ વધુ ટીઆરપી ગેમ ઝોન જેવા આગના બનાવ બને તેની રાહ જોઈ રહી છે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.