ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, તેમજ પ્રશાંત કાસટેક પ્રા.લી. (પરસાણા પરીવાર) દ્વારા પાણી રીચાર્જ માટે ૮ બોર કર્યા.
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, તેમજ પ્રશાંત કાસટેક પ્રા.લી. (પરસાણા પરીવાર) દ્વારા પાણી રીચાર્જ માટે ૮ બોર કર્યા. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
તેમજ વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે રાજકોટ સીટીમાં ૧૧,૧૧૧ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ છે જેના અનુસંધાને રાજકોટ માં પ્રશાંત કાસટેક પ્રા.લી. ગોંડલ નેશનલ હાઈવે કિશાન પેટ્રોલ પંપ સામે, (પરસાણા પરીવાર) દ્વારા ૨૦૦ ફૂટ ના ૮ બોર કર્યો. શહેરમાં તેમજ ઇન્ડસ્ટ્રી એરિયામાં જયા ચેકડેમ ન બને એમ હોય ત્યાં બિલ્ડિંગ ની અગાસી નું તેમજ ગ્રાઉન્ડનું પાણી જમીનમાં ઉતરે. આજુબાજુનાં રહેણાક વાળા હાઈરાઈજ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે ૨૫૦૦ થી ૩,૦૦૦ ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારું. તુરુ અને ઉંચા TDS વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે. અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થય જતી હોય છે. એટલે કે પીવા લાયક નથી હોતું આવા ઘણા બીજા બોર બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ ૨૫ થી ૫૦ ફૂટે આવશે. જેથી ખુબ મોટી રાહત થશે. લોકો નીરોગી રહેશે. અને દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.
શંભુભાઈ પરસાણા તેમજ ગો ભક્ત દાતા શ્રી ભરતભાઈ પરસાણા પરિવાર ના આર્થિક સહયોગ થી અનેક ચેકડેમો માં આર્થિક સહયોગ આપેલ છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના બોર રીચાર્ગે ઝુંબેશ માં અગાસી ના પાણી જમીનમાં તળ ઉંચા લાવવા માટે જે કાર્ય થાય રહ્યું છે તેમાં કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણા દ્વારા પોતાની ફેક્ટરીમાં ૮ બોર કરીને વરસાદી પાણી નો ખુબ સંગ્રહ કરશે તેમજ દરેક પ્રોપર્ટી માં વધારે માં વધારે પાણી સંગ્રહ થાય તેના માટે રીચાર્જ માટે બોર અને ચેકડેમ બનાવાનો નિર્ણય લીધો છે.તેમજ અનેક લોકો ને તન, મન, ઘન, થી જોડાઈ ને સર્વે જીવોની રક્ષા થાય તે માટે અપીલ કરી છે.પરસાણા પરિવારના ના સુપુત્ર શ્રી કાર્તિકભાઈ નરોતમભાઈ પરસાણાએ પોતાના સ્વ.ખર્ચે ૫ ડેમનો જીણોદ્ધાર કરેલ છે. તેમજ પરસાણા પરિવાર કંપનીઓની અંદર બોર રીચાર્જ કરવાની જવાબદારી લઈ પૂર્ણ કરેલ છે. તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવો અભયાનમાં વધારે માં વધારે ઉપયોગી થઈ આ કાર્યને ખુદ વેગ આપવા માંગે છે.આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, પ્રશાંતભાઈ પરસાણા, શંભુભાઈ પરસાણા, ગોવિંદભાઈ પરસાણા, નરોતમભાઈ પરસાણા, ભરતભાઈ પરસાણા, કાર્તિકભાઈ પરસાણા,જમનભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, વિઠ્ઠલભાઈ બાલધા, મનીષભાઈ માયાણી ભુપતભાઈ કાકણીયા, અશોકભાઈ
ધામેલીયા, દિનેશભાઈ કાનાણી રતિભાઈ ઠુમ્મર હાજર રહ્યા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.