પાંજરાપોળ પાસે રહેતા યુવકનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં આપધાતના દરરોજ પ્રકાશમાં આવી રહ્યા છે. નાના ઉંમરના યુવક અને બાળકોમાં સકુંચિત માનસિકતા અને માનસિક તણાવ એમાં મહત્વનું પાસુ સાબિત થઈ રહ્યુ છે. ત્યારે ગત રોજ પાંજરાપોળ પાસે રહેતા 20 વર્ષીય યુવકે ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. તાકીદે હોસ્પિટલ ખસેડતા ડોકટરે મૃત જાહેર કરતા પરીવારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
બનાવની વિગત મુજબ, પાંજરાપોળ પાસે રહેતો કલ્પેશ દીપકભાઈ બારૈયા (ઉ.વ. 20) નામનો યુવક ગઈકાલે બપોરે ઘરે હતો ત્યારે તેની માતાને સુવા જવાનું કહીને ઉપરના માળે રૂમમાં ગયા બાદ ઘણા સમય બાદ નીચે ન આવતા પરિવાર દ્વારા રૂમમાં જોતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પરિવાર દ્વારા તાકીદે હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવના અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસ મથકને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ જોગડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવાન કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. પોતે 2 ભાઈમાં મોટો હતો. તેના પિતા દીપકભાઈ આરએમસીમાં સફાઈ કામદાર છે. બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાયો હતો. યુવકે ક્યાં કારણથી? ગળાફાંસો ખાધો તે સંદર્ભે પોલીસે તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.