અગાઉ આપેલ પૈસા પરત ન આપતાં ઈકબાલભાઈ શેખ પર પાંચ શખ્સોનો હુમલો - At This Time

અગાઉ આપેલ પૈસા પરત ન આપતાં ઈકબાલભાઈ શેખ પર પાંચ શખ્સોનો હુમલો


અગાઉ આપેલ રૂપિયા પરત ન આપતાં ઈકબાલભાઈ શેખ પર પાંચ શખ્સોએ પાઈપ વડે હુમલો કરતાં ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ફરિયાદીને રેલ્વે જંકશનમાંથી લઈ જઈ પૈસા બાબતે માથાકૂટ કરી
પોપટપરામાં ઢોરમાર માર્યો હતો. હાલ ઈકબાલભાઈ શેખ સારવાર હેઠળ છે. ફરીયાદી ઈકબાલભાઈ ભીખુભાઇ શેખ (ઉ.વ. 37, રહે. કૃષ્ણનગર શેરી નં.4) એ હુસૈન ઉર્ફે કાલી,સલીમ, ઇરફાન ઉર્ફે પતલો, મોઇન ઉર્ફે ટકો અને યુનુસ ઉર્ફે જુનો સામે ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં જણાવ્યું કે પોતે
રીક્ષા ચલાવે છે.
તેને સંતાનમાં ત્રણ દિકરી છે. ગઈ કાલ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ પોતે રીક્ષાના ભાડા માટે રાજકોટ રેલ્વે જંકશનના રીક્ષા પાર્કીંગમાં હતો. ત્યારે મારા મિત્ર હુસૈન ઉર્ફે કાલી, યુનુસ ઉર્ફે જુનો તથા ઇરફાન ઉફો પતલો તેની ફોર વ્હીલ કારમાં મારી પાસે આવેલ અને હુસૈન તથા ઇમરાન અગાઉ મારી પાસે રૂપિયા માંગતો હોય જે બાબતે મારી સાથે બોલાચાલી કરવા લાગેલ.
મે બોલાચાલી કરવાની ના કહેતા ઈરફાનએ મને ગાડીમાં બેસાડી પોપટપરા ખાતે આ બાબતે ચર્ચા કરવાનુ કહેતા હું તેની ફોરવ્હીલ કારમાં પોપટપરા શેરી નં.14 ના ખુણે પહોંચેલ જ્યાં મોઇન ઉર્ફે ટકો તથા સલીમ ત્યાં હાજર હોય અને ફરીવાર હુસૈને મારી પાસેથી રૂપિયાની માંગણી કરેલ. મે થોડા દિવસમાં આપવાનું કહેતા હુસૈન અચાનક ઉશ્કેરાઈ ગયેલ અને આ તમામ પાઈપ વડે તુડી પડ્યાં હતાં. અને માર મારેલ હતો. બાદ રીક્ષા મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image