રાજકોટના કારીગરો સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલ ચર્ચાને આવકારતા વિજય રાઠોડ - At This Time

રાજકોટના કારીગરો સાથે વડાપ્રધાન વર્ચ્યુઅલ ચર્ચાને આવકારતા વિજય રાઠોડ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
કોરોનાની મહામારીની સૌથી વધુ અસર નાના કારીગરો ઉપર પડી છે ત્યારે મજુરી કામ કરતાં કારીગરો પગભર થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વકર્મા યોજના બનાવી છે જેનું કાલે તા.17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસે લોન્ચીંગ રાખવામાં આવ્યું છે ત્યારે રાજકોટ કારીગરો આ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ ચર્ચા કરશે તે ચર્ચાને જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમૂખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ આવકારી હતી અને આ યોજના થકી હજજારો કારીગરોને લાભ મળશે તેમ જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે
રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે નાના કારીગરો જેવા કે સુથાર, મોચી, લુહાર, કુંભાર, મુર્તિકાર, કડીયાકામ, વાણંદ, ધોબી, દરજીને લગતું કામ કરતાં જુદી જુદી 18 કારીગરોને પગભર કરવા માટેની વિશ્ર્વકર્મા યોજના બનાવવામાં આવી છે. જેનું આખા દેશમાં એક જ દિવસે 70 જેટલા સ્થળે લોન્ચીંગ રાખવામાં આવ્યું છે.
રાજકોટમાં પણ વિશ્ર્વકર્મા યોજનાનું રૈયા રોડ પર આવેલ અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે લોન્ચીંગ રાખવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. જ્યારે આ કાર્યક્રમમાં રાજકોટના કારીગરો પણ વડાપ્રધાન સાથે વર્ચ્યુઅલ રીતે જોડાશે.
વિશ્ર્વકર્મા યોજના અંતર્ગત નાના કારીગરોને 15 હજારની સહાય અને 500 રૂપિયા પ્રતિદિન ભથ્થા સાથે તાલીમ આપવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં કારીગરોને એક લાખ રૂપિયાની લોન વગર સિકયુરિટીએ મળશે. એક લાખની લોન મેળવ્યા બાદ કારીગર નિયમિત હપ્તા ભરશે તો વધુ બે લાખની લોન ફાળવવામાં આવશે.
રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં વિશ્વકર્મા યોજનાનું લોન્ચીંગ રાખવામાં આવ્યું છે. આ જ રીતે દેશના અન્ય 70 જેટલા સ્થળોએ એક સાથે આ યોજનાનું લોન્ચીંગ થાશે અને 70-70 સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારીગરો સાથે લાઈવ ચર્ચા કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.