જસદણ ગામે આવેલ શકિત નગર રહેણાક હેતુની સોસાયટીમા શરતભંગ કરી નિયમો વિરૂધ ઉધોગ શરૂ કરતાં જસદણ પ્રાંતમાં લેખિત ફરિયાદ - At This Time

જસદણ ગામે આવેલ શકિત નગર રહેણાક હેતુની સોસાયટીમા શરતભંગ કરી નિયમો વિરૂધ ઉધોગ શરૂ કરતાં જસદણ પ્રાંતમાં લેખિત ફરિયાદ


જસદણમાં આવેલ “શકિત નગર સોસાયટી” જે રહેણાક હેતુ માટે જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી રાજકોટના હુકમ નં.રેવ.-બખપ-૨જી.૨/૯૯-૨૦૦૦ વશી.૨૦૮૪/૯૦ તારીખ ૨/૧૧/૧૯૯૯ થી લે-આઉટ પ્લાન મુજબ બીનખેતી માં ફેરવાયેલ છે અને પરિશિષ્ટ-૧ તથા પરિશિષ્ટ-૨ ની શરતો નુ પાલન કરી માત્ર રહેણાક હેતુ માટે ઉપયોગ કરવા હુકમ થયેલ છે. આમ છતા આ 'શકિત નગર સોસાયટી' ના પ્લોટ નં.૧૮ ના માલિક કંચનબેન વિઠ્ઠલભાઈ કાનકડ તથા રવિભાઈ વિઠ્ઠલભાઈ કાનકડ નાઓએ નિમય મુજબ નગર પાલીકાની બાંધકામ પરવાનંગી લેવી ફરજીયાત હોય આમ છતા જેઓએ બિન-પરવાનંગી થી બિનખેતી હુકમની શરતો તથા નિયમો મુજબ જરૂરી માર્જિન છોડેલ નથી અને રહેણાક હેતુના પ્લોટ માં નિયમો વિરુધ્ધ હુકમની શરતોનો ભંગ કરી ઔધોગિક બાંધકામ કરી મશીનરી વસાવી ઉદ્યોગ-ધંધો શરૂ કરી દીધેલ છે અને ત્રણ માળનું બાંધકામ કરી નિયમ વિરુધ વૈશ કાઢી આ જગ્યાનો પણ કારખાનામાં ઉપયોગ કરેલ છે.

આમ રહેણાક હેતુ વાળી આ સોસાયટી માં ઔઘોગિક-બાંધકામ કરેલ હોય અને ઉદ્યોગ (કારખાનું) શરૂ કરેલ હોય જેને કારણે અમો આ સોસાયટીના રહીશોને હવા તથા અવાજનું પ્રદુષણ થાય છે તેમજ નાના-મોટા વાહનોની સતત અવર-જવર ને કારણે તથા કારખાને આવતા મજુરોને કારણે પારાવાર હાડમારી તથા મુશ્કેલી પડી ઉભી થયેલ છે, જેથી તાત્કાલીક આ કારખાનું બંધ કરાવવા અને જેઓની સામે ઘોરણ સર થવા અમોની અરજ છે, જો આ કારખાનું તાત્કાલીક બંધ કરવામાં નહી આવેતો અમો એ ગાંધી ચિધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જે લેખિતમાં શક્તિ નગર સોસાયટીના રહીશોએ જસદન પ્રાંતને લેખિતમાં ફરિયાદ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.