ઓમ શ્રી નાલંદા સ્કૂલ વિરનગર ખાતે સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય અંતર્ગત આટકોટ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ક્રાઇમ અવરનેસ કાર્યક્ર્મ નું અયોજન કરવામાં આવ્યું
(ભરત ભડણીયા દ્વારા)
માનવીએ ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે. દિવસે ને દિવસે નવાનવા સાધનોની શોધ થઇ રહી છે. આજનો મનુષ્ય આખો દિવસ ટેક્નોલોજી સાથે જોડાયેલો રહે છે. ફેસબૂક ઈન્સ્ટાગ્રામ દ્વારા આજના સમયમાં સાવધાન રહેવું જોઈએ.
ભારત સરકાર દ્વારા પણ લોકજાગૃતિ આવે એ સંદર્ભે કાર્યો થઇ રહ્યા છે. પોલીસ સ્ટેશન થી પધારેલ પોલિસ કર્મચારી દ્વારા માહિતી આપવામા આવી હતી. મિલનભાઇ કાકડીયા અને કમલેશભાઈ કમેજાળીયા દ્વારા સમગ્ર કાર્યક્રમ ના અંતે 1930 હેલ્પ લાઈન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.