ગરબાડા તાલુકાના માતવા ખાતે કોતરમાં પાણીના તેજ પ્રવાહમાં ઈકો કાર તણાઈ.
ઈકો ગાડીમાં સવાર ચાલક સહિત ચાર લોકો નો આબાદ બચાવ થયો હતો.
ગરબાડા તાલુકા સહિત પંથકમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જે વરસાદને કારણે નદી,નાળા છલકાયા છે અને જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ છે ત્યારે ગતરોજ માતવા ખાતે ધોધમાર વરસાદમાં બાવકા થી માતવા જતી વેળાએ રાત્રીના આઠ વાગ્યાના સમયે વરદી વાળા કોતર પર આવેલ નાળા પરથી તીવ્ર ગતિ એ વહી રહેલ પાણીના વહેણમાં ઈકો કાર તણાઈ જતા ચાર લોકો પાણીમાં તણાયા હતા અને ઈકો ગાડી દૂર સુધી પાણીમાં વહી જવા પામી હતી આ ઘટનામાં ચારેય લોકોનો આબાદ બચાવ થયો હતો ઘટના ને પગલે ફાયર ફાઇટર ની ટીમ ,ગરબાડા મામલતદાર ટીમ,તાલુકા વિકાસ અધિકારી ,જેસાવાડા પોલીસ નો સ્ટાફ રાત્રીના સમયે ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ ભારે જહેમત બાદ જેસીબી ની મારફતે ઈકો ગાડીને પાણીના વહેણ માંથી બહાર કાઢી હતી .
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.