જાણો બોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે શું સમાધાન કર્યું ?
જાણો બોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે શું સમાધાન કર્યું ?
બોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી નિકાલ માટે કરાયેલી ૩-ટાયર સેટલમેન્ટ કમિટી દ્વારા જિલ્લાના ૪૩ પૈકી ૨૯ અરજદારોના કેસોનું સુખદ સમાધાન કરાયું
રૂ. 4.86 લાખ પૈકી તેઓને નિયમોનુસાર રૂ. 0.98 લાખનું લેણું માફકરાયું
બોટાદ PGVCL નિગમિત કચેરી દ્વારા ગ્રાહકોના કોર્ટ કેસના ઝડપી તે નિકાલ માટે જે તે લાગુ પડતી વર્તુળ કચેરી ખાતે ૩-ટાયર સેટલમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત તા. ૨૦ મી જૂલાઇ, ૨૦૨૨ ના રોજ બોટાદ વર્તુળ કચેરી ખાતે તથા તા. ૨૧ મી જૂલાઇ, ૨૦૨૨ ના રોજ ગઢડા વિભાગીય કચેરી ખાતે બેઠક યોજીને કુલ-૫૧ અરજદારોને સદર કોર્ટ કેસના સમાધાન માટે આમંત્રિત કર્યાં હતા જે પૈકી ૪૩ અરજદારો પૈકી ૨૯ અરજદારોના કેસનું સુખદ સમાધાન કરી તેમની કુલ લેણી રકમ રૂ. ૪. ૮૬ લાખ પૈકી તેઓને નિયમોનુસાર રૂ. ૦. ૯૮ લાખનું લેણું માફ કરી તેમની સામેના કોર્ટ કેસ પરત ખેચવાની કામગીરી હાથ ધરી સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
વધુમાં બોટાદ PGVCL દ્વારા ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈ પડતર કોર્ટ કેસોના નિકાલ કરવાના આશ્રયથી દર મહિને આ રીતની બેઠકનું આયોજન કરવામાં આવશે. આ માટે બોટાદ જીલ્લાના ગ્રાહકોને તેમના પડતર કોર્ટ કેસના નિકાલ માટે તથા નિયમોનુસાર આર્થિક વળતર મેળવવા સંબંધિત લાગુ પડતી કચેરીનો સંપર્ક સાધવા PGVCL વર્તુળ કચેરીના ઇજનેરશ્રી આર. જી. ગોવાણી, બોટાદ તરફથી એક અખબારી યાદમાં જણાવાયું છે.
Report : Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.