સાણંદ ખાતે શ્રીરામ જન્મભૂમિ પ્રતિષ્ઠા મહોત્સવ સમીતી દ્વારા ધર્મસભા યોજાઈ
શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા સાણંદ દ્વારા આગામી તા.૧ થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન સાણંદ તાલુકાના દરેક ગામોમાં અને સાણંદ શહેરમાં ઘર ઘર સુધી સંપર્ક કરવામાં આવનાર છે,
જેને અનુલક્ષીને આજે તા. ૩૧/૧/૨૦૨૩ અને રવિવારના દિવસે સાણંદ ખાતે વિરાટ ધર્મસભા અને અક્ષત કળશ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ.
આ ધર્મસભામાં પ. પૂ. શ્રી આનંદનાથજી મહારાજ, શ્રી સીતારામ મહારાજ, શ્રી પ્રભુદાસ મહારાજ, શ્રી કાનદાસજી મહારાજ, શ્રી ભરતરામ બાપા અસલગામ, શ્રી સુર્યાદેવીજી ( ગાયત્રી મંદીર ), બ્રહ્મા કુમારી વનિતા દીદી વગેરે સંતો - મહંતો અનેક પંથકના સર્વે નિમંત્રિત પૂજારીજીઓ ઉપસ્થિત રહેલ.
સાણંદ નગરજનો અને આયોજકો દ્વારા પ. પૂ. સંતો - મહંતોનું ભક્તિભાવપૂર્વક સામૈયુ કરવામાં આવેલ.
વિશ્વ હિન્દુ પરિષદ ના અખિલ ભારતીય અઘિકારી શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાની ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચન કરેલ.
સાણંદ તાલુકાના ૭૮ ગામડાઓમાંથી અને સાણંદ શહેરના કુલ ૧૫ વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં જન મેદની આ ધર્મસભામાં ઉમટી પડેલ. કળશ વિતરણ ના કાર્યક્રમ માટે કળશ લેવા માટે ગામે - ગામથી સૌ કોઈ રામ ભક્તો મોટી રેલીઓ યોજીને ખૂબ મોટી સંખ્યામાં વાહનો અને ભજન મંડળીઓ સાથે આવેલ.
પ. પૂ. શ્રી આનંદનાથજી મહારાજ શ્રી એ પોતાના ઉદબોધનમાં આશીર્વચન આપતા સૌ કોઈને ૨૨ જાન્યુઆરીના દિવસે દીપ પ્રગટાવવા, સામૂહિક હનુમાન ચાલીસા અને રામ ધૂન કરવા અને હર્ષોલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા આહવાન કર્યુ હતું.
ઉપસ્થિત સૌ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી અને ભારત માતાની સમૂહ આરતી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન કારસેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સંતો - મહંતો, બહેનો, યુવાનો વડીલોની ખૂબ મોટી સંખ્યામાં રહેલ ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ ખૂબ ભક્તિભાવપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ રહ્યો.
રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.