સુઈગામ બીએસએફ કેમ્પ ખાતે યોજાયેલા સાતમા બુટકેમ્પ કાર્યકમનું સફળતાપૂર્વક સમાપન. - At This Time

સુઈગામ બીએસએફ કેમ્પ ખાતે યોજાયેલા સાતમા બુટકેમ્પ કાર્યકમનું સફળતાપૂર્વક સમાપન.


ફ્રન્ટીયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, દાંતીવાડા અને ગુજરાત ટુરીઝમના સંયુક્ત ઉપક્રમે હાલમાં બીએસએફ કેમ્પ સુઈગામ ખાતે ચાલી રહેલ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસીય એડવેન્ચર બૂટ કેમ્પનું આયોજન 13સપ્ટેમ્બર24 થી 15સપ્ટેમ્બર24 દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના 19 વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું.
આ બૂટ કેમ્પમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં તેઓએ શારીરિક તાલીમ, અવરોધ અભ્યાસક્રમ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ, સરહદ દર્શન, નડાબટની મુલાકાત સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી હતી,સાહસિક પ્રવૃતિઓ,કલાત્મક કૌશલ્યો તેમજ સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ કરાવવામાં આવ્યો હતો
એડવેન્ચર બૂટ કેમ્પે સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક અનુભવ પૂરો પાડ્યો હતો જે તેમની કલાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદરૂપ થશે,
કમાન્ડર, સીમા સુરક્ષા દળ અને અન્ય અધિકારીઓ,બીએસએફના તમામ મહાનુભાવો અને મીડિયાના મિત્રોની હાજરીમાં રવિવારે બુટ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૨૫૯૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.