ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ - At This Time

ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ


ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળો ને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી.

ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કું. લી ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન જિલ્લાના સ્વ. સહાય જૂથોને વિવિધ બેન્કો દ્વારા ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

જેમાં ડિસેમ્બર ૨૦૨૨ માસ દરમ્યાન વિવિધ બેન્કો દ્વારા ₹ ૧૨૦.૯૩ લાખનું ધિરાણ મેળવેલ ૮૪ સ્વ સહાય જૂથ પૈકી ૧૬ જુથોને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૧૨૪૫ જુથોને રૂ. ૧૧૫૦.૬૭ લાખ નું ધિરાણ બેન્કો મારફત પ્રાપ્ત થયેલ છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલાઓને અલગ અલગ ઉદાહરણ સાથે મહિલાઓ કયાં પ્રકારનું પરિવર્તન સમાજમાં લાવી શકે છે અને તેમનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક મહિલા આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી જયશ્રીબેન જરુ, ડી. જી. એમ. નાબાર્ડ શ્રી દીપક ખલાસ તેમજ આર.સેટી. ડાયરેક્ટરશ્રી રમેશભાઈ રાઠોડ સહિત અલગ અલગ બેંકના રિજિયોનલ મેનેજરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.