સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ વિછીયા દ્વારા ખાનગી શાળાના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા તાલીમ -3 નું આયોજન શહેરમાં થયું
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જસદણ વિછીયા દ્વારા ખાનગી શાળાના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા તાલીમ -3 (શિક્ષક નો હકારાત્મક અભિગમ ) નું આયોજન શનિવાર ના રોજ જસદણ શહેરમાં થયું હતું. વર્ષા ૨૦૨૩-૨૪ માં ત્રીજી વખત આ આયોજન થયેલ જેમાં જસદણ વિછીયા તાલુકાની ૩૦ જેટલી શાળાના ૩૦૦ થી વધુ શિક્ષકોએ તાલીમનો લાભ લીધો હતો , અમદાવાદ થી ટ્રેઈનર શ્રી પરેશ ભાઈ ભટ્ટ ટ્રેઈનીંગ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં હિતેશભાઈ રામાણી, કલ્પેશભાઈ છાયાણી, ચંદ્રેશભાઈ છાયાણી, નીલેશભાઈ હાંડા, વિજયભાઈ ડોબરિયા, વિજયભાઈ ભાડુકીયા, કલ્પેશભાઈ વેકરીયા, મનીષભાઈ વેકરીયા, ડો.સંજયભાઈ સખીયા, સંજયભાઈ શેખાલીયા, જયેશભાઈ ઢોલરીયા વિમલભાઈ તળાવીયા, સોનલબેન ચોથાણી, જીગેન્શભાઈ રામાણી વગરે સંચાલકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી. તેમજ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં ખાનગી શાળાના શિક્ષકોના ઉજ્જળા ભાવીશ્યમાંતે તેમજ વિદ્યાર્થીઓને મુલ્યવાન શિક્ષણ આપી શકે તે હેતુસર આવા પ્રોગ્રામો થતા જ રહશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.