પોલીસનું રાતભર શહેરમાં કોંબિંગ: પીધેલા, છરી સાથે ફરતાં શખ્સોને પકડ્યા, ગુનેગારોના ઘરે જઈ સર્ચ
શહેર પોલીસનું રાતભર શહેરમાં કોંબિંગ ચાલું રહ્યું હતું અને પીધેલા, છરી સાથે ફરતાં શખ્સોને પકડ્યા હતાં. તેમજ પેડલર, બુટલેગર, હદપાર, આર્મ્સ એકટ સહિતના ગુનેગારોના ઘરે જઈ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. ખાખીનો પાવર જોતાં જ ગુનેગારો ભોં ભીતર થઈ ગયાં હતા.
ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા આપેલ સુચનાથી ડીજીપીએ ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવવા, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક પ્રવૃતિ આચરતા ગુંડા તત્વીની યાદી તૈયાર કરવા અને તેની વિરૂદ્ધ કાયદાકીય પગલાઓ લેવા સુચના આપવામાં આવેલ હતી.
જે અનુસંધાને પોલીસ કમિકાર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને ટ્રાફિક ડીસીપી પુજા યાદવની સૂચનાથી ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., ટ્રાફીક શાખા તેમજ શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા શહેર વિસ્તારમાં જાહેર કરવામાં આવેલ અસામાજીક તત્વોની યાદી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
જે કોમ્બીંગ દરમિયાન જંગ્લેશ્ર્વર વિસ્તારમાં વર્ષોથી જુગાર તેમજ નસીલા દ્રવ્યોનું વેંચાણ કરનાર રમાબેન તથા તેમના પતિ જાવેદ જુણેજાએ જંગ્લેશ્ર્વર શેરી નં.5 માં ગેરકાયદેસર ઓરડીઓનુ બાંધકામ કરી તેમાં અસામાજીક પ્રવૃતિ આચરતા હોય જેથી આરએમસીના અધિકારીને સાથે રાખી આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઉપરાંત આગામી સમયમાં અસામાજીક પ્રવૃત્તિ કરતા શખ્સોએ ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હોય તો તેવા દબાણો દુર કરવાની કાર્યવાહી તેમજ તડીપાર, પાસા તેમજ ગુજસીટોક મુજબની કડક કાર્યવાહી કરવામાં આવશે. કોમ્બીંગ દરમ્યાન
એમસીઆર ચેક 264, માદક પદાર્થના 34 શખ્સોને, 51 ટપોરી, 10 નાસતા ફરતાં, 22 તડીપાર, 14 આર્મ્સ એકટના, 24 પાસા થયેલ શખ્સોને ચેક કરવામાં આવ્યાં હતા.
તેમજ 86 વાહનમાંથી કાળા કાચ દૂર કરવાની કાર્યવાહી, મોટર વહીકલ એકટના 26, દારૂના 23 કેસ જુગારના 03 કેસ, 12 વાહનો ડિટેઇન કરેલ સહિતની કાર્યવાહી પોલીસે કરેલ હતી. ઉપરાંત પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં ફરી દારૂના નશામાં છટકા બની ફરતાં 40 થી વધું શખ્સોને પકડયા હતા. જ્યારે છરી લઈ રૌફ જમાવતાં 25 થી વધું લોકોની અટકાયત કરી ગુના નોંધ્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
