બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ગણતરીની કલાકમાં જ ચાલુ મો.સા. માંથી પડી ગયેલ અગત્યના ડોક્યુમેન્ટ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ગણતરીની કલાકમાં જ ચાલુ મો.સા. માંથી પડી ગયેલ અગત્યના ડોક્યુમેન્ટ પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી ગણતરીની કલાકમાં જ ચાલુ મો.સા. માંથી પડી ગયેલ અગત્યના ડોક્યુમેન્ટ પરત અપાવતી બોટાદ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર , ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જેની મ્હે. પોલીસ અધિક્ષક કિશોર બળોલિયા , બોટાદ ધ્વારા બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.
બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૬/૧૨/૨૦૨૨ ના રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે તા.૧૬/૧૨/૨૦૨૨ ના કલાક ૧૯/૧૫ થી ૧૯/૩૫ વાગ્યા દરમ્યાન તેઓ ડીસ્ટ્રીક્ટ કોર્ટ બોટાદ ખાતે પોતાની ફરજ પુરી કરી કલાક ૧૯/૨૫ વાગ્યે ઘરે જવા નીકળેલ તે દરમિયાન અમારી મો.સા રજી.નં. GJ-33-D-0814 ગાડીમાંથી મેડીકલ બિલ, ડોક્ટરની સારવારની ફાઈલો તેમજ ઓળખાપત્રો ધરાવતી ફાઈલો ટીંગાડેલ જે સાળંગપુર રોડ થી સબીહા હોસ્પિટલ વચ્ચે ક્યાંક પડી ગયેલ, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એ.બી.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા સબીહા હોસ્પિટલ લોકેશન પાસે અરજદારની મો.સા. રજી.નં. GJ-33-D-0814 માથી અગત્યના ડોક્યુમેન્ટ ની થેલી પડતા દેખાઈ આવેલ અને ત્યારબાદ ફરજ પર હાજર કર્મચારી સ્થળ પર જઈ અગત્યના ડોક્યુમેન્ટ ની થેલી મેળવી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ખાતે લાવી અરજદારને પરત સોંપેલ.

મુદામાલઃ-
(૧) અગત્યના ડોક્યુમેન્ટ ની થેલી

કામગીરીમાં જોડાયેલ અધિકારી તથા કર્મચારીઓ:-
(૧) પો.સબ.ઇન્સ. એ.બી.પરમાર નેત્રમ ઇન્ચાર્જ
(૨) અનાર્મ પો.કો.ડી. એ જીડીયા
(૩) અનાર્મ વુ.પો.કો. જે. એમ જીડીયા
(૪) આ.સો.સી.એન્જી.એ બી. મુળીયા

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.