બોટાદ જિલ્લામાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે 29 ઓક્ટોબરના રોજ "એકતા દોડ" યોજાઈ - At This Time

બોટાદ જિલ્લામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે 29 ઓક્ટોબરના રોજ “એકતા દોડ” યોજાઈ


(રિપોર્ટ - ચેતન ચૌહાણ)
31 ઓક્ટોબરના રોજ દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. ત્યારે વર્ષ 2024માં બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે 29 ઓક્ટોબરના રોજ "એકતા દોડ"નું યોજાઈ હતી. એકતા દોડ સવારે 7:30 કલાકે શરૂ કરવામાં આવી હતી. જુના માર્કેટિંગ યાર્ડ -હવેલી ચોક- સ્ટેશન રોડ થઈને સરકારી હાઈસ્કૂલ સુધી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે અધિકારીઓ,અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને એકતા દોડમાં ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.