જસદણ તાલુકાના સાણથલી તાલુકા શાળા એ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

જસદણ તાલુકાના સાણથલી તાલુકા શાળા એ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


(રિપોર્ટ વિજય ચૌહાણ)
આજ રોજ તારીખ 05/10/2024 ના રોજ જીલ્લા પંચાયત રાજકોટ સાણથલી સીટ નાં ગામ સાણથલી તાલુકા શાળા એ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાયો હત. જેમાં વિનુભાઈ ધડુક,હિતેશ ભાઈ વોરા, અને તાલુકા વિકાસ અધિકારી, વહિવટીદાર તેમજ તમામ સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો અને માતાઓ બહેનો એ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. અને 15 થી 20 ગામ માંથી અરજદારો આવ્યા હતા. પ્રાસંગીક પ્રવચનો વિનુભાઈ ધડુકે અને મામલતદારે અરજદારો નેં વિશેષ માહિતી આપી હતી. આ કાર્યક્રમ નેં સફળ બનાવવા માટે તમામ વિભાગો દ્વારા જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.