રાજકોટનાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થતા વેપારીઓ દ્વારા બિલ્ડીંગનું રીનોવેશન, પ્રમુખે કહ્યું- મનપા નાળાનું કામ પણ જલ્દી કરે
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે ગત ઓગષ્ટ-2023માં સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારથી જ તંત્ર દ્વારા શિવમ કોમ્પ્લેક્સની દુકાનો-ઓફિસો બંધ કરાવી દેવાઈ હતી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આપવા આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈ બિલ્ડીંગ એસોસિએશન દ્વારા આ માટે જરૂરી રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. જોકે હવે મનપાએ નવું નાળુ બનાવવાનું જાહેર કર્યું છે. જેને લઈને એસોસિએશનનાં પ્રમુખે તાત્કાલિક કામગીરી શરૂ કરી અને રીનોવેશન સાથે પૂર્ણ થઈ જાય તે રીતે કરવા અપીલ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.