ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પ્રાકૃતિક ખેતી ગાંધી ગ્રામજીવન પદયાત્રા યોજાઇ ગુજરાત વિદ્યાપીઠના કુલ-૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતનાં ૧૮૦૦ જેટલાં ગામડાઓને આવરી લેવાનું આયોજન કરાયું - At This Time

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પ્રાકૃતિક ખેતી ગાંધી ગ્રામજીવન પદયાત્રા યોજાઇ ગુજરાત વિદ્યાપીઠના કુલ-૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતનાં ૧૮૦૦ જેટલાં ગામડાઓને આવરી લેવાનું આયોજન કરાયું


ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં પ્રાકૃતિક ખેતી ગાંધી ગ્રામજીવન પદયાત્રા યોજાઇ

ગુજરાત વિદ્યાપીઠના કુલ-૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતનાં ૧૮૦૦ જેટલાં ગામડાઓને આવરી લેવાનું આયોજન કરાયું

મહાત્મા ગાંધીજીએ અમદાવાદ ખાતે ૧૯૨૦ માં સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વર્ષ ૨૦૦૭ થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠના ધ્યેય અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈને આ વર્ષે ત્રણ દિવસ સમાજ સંપર્ક અને ત્રણ દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રા કરવામાં આવી છે.
વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ મળી કુલ-૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતનાં ૧૮૦૦ જેટલાં ગામડાઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલ દ્વારા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણની કામગીરી લોકભાગીદારી સાથે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવે છે. જેના પરિણામે ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં વિદ્યાપીઠના માઇક્રોબાયોલોજી વિષયના પદયાત્રીઓની ટુકડી સાથે આંબલા ગામે પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉ. કાળુભાઇ ડાંગર સહભાગી થયા હતા. ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થામાં પદયાત્રીઓનું દાંડિયા રાસ ટુકડીએ રાસથી સ્વાગત કર્યું હતું. પદયાત્રી ટુકડી સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ગામના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતિ અને પ્રશ્નોના સંદર્ભમાં ધરતી માતા અને માનવીય તંદુરસ્તી, પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો, પાક સંરક્ષણના ઉપાયો મિટિંગ, રેલી, પ્રદર્શન સભા જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ખેતી વિસ્તરણ અધિકારીશ્રીઓ સહિત ગ્રામ સેવકો પણ જોડાયા હતા.


7623900594
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.