મેટ્રોના કારણે એલડીઆરપીની જમીન કપાતમાં ગઈ, 30 વૃક્ષો પણ કપાશે - At This Time

મેટ્રોના કારણે એલડીઆરપીની જમીન કપાતમાં ગઈ, 30 વૃક્ષો પણ કપાશે


મહાત્મા મંદિરથી લઈને ખ5 થી છ5 સુધી મેટ્રોની કામગીરી હાલના તબક્કે શરૂ છે. મેટ્રો ગાંધીનગર શહેરી વિસ્તારમાં રૂટ પર આવતાં બાંધકામની ભાગ્યે જ કપાત કરવામાં આવી હોવાનું જણાયું છે. ત્યારે ખ 5 સર્કલ પાસે આવેલ એલડીઆરપી કોલેજ કેમ્પસની અંદાજીત 4 હજાર સ્ક્વેર ફૂટ કપાતમાં ગઈ છે. મેટ્રો દ્વારા બેરીકેડ્સ લગાવીને આ સ્થળ પર કામગીરી પણ ચાલું કરી દીધી છે. કોલેજ સત્તામંડળને વિદ્યાર્થીઓ માટે કપાતમાં ગયેલ કેન્ટીનને અન્ય સ્થળ પર ખસેડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત આ રૂટ પર આવતાં અંદાજીત 30 થી વધુ વૃક્ષો કપાતમાં જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.