કેશોદમાં સીઆર પાટીલની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો - At This Time

કેશોદમાં સીઆર પાટીલની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો


કેશોદમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય- જન ભાગીદારી- જન આંદોલન કાર્યક્રમ યોજાયો

કેશોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાણીનું મહત્વ પ્રાકૃતિક ખેતી ગીર ગાયનું સંવર્ધન જળ સંરક્ષણ જળ સ્ત્રોત ઉભા કરવાના સંકલ્પ સહીતની ચર્ચા કરવામા આવી હતી

કેશોદ શહેરમાં કેન્દ્રીય જળ શક્તિ કેબીનેટ મંત્રી સીઆર પાટીલ જળ સંચય- જન ભાગીદારી- જન આંદોલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો

કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ ભગવાનજીભાઈ કરગઠીયા જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુબર કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા સહિત પદાધિકારીઓ અને સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં સૌરાષ્ટ્રમાં જળસંચય અને પ્રાકૃતિક ખેતી સાથે ગીર ગાયનું સંવર્ધન કામગીરીમાં નામના ધરાવતાં જામકા ગામના ખેડુત પરષોત્તમભાઇ દ્વારા માહિતી આપી મેળવેલાં ફાયદાઓની વાત કરી ઉપસ્થિત સૌને જળસંચય કરવા અપીલ કરી હતી

કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે જળસંચય- જનભાગીદારી યોજના સ્રોતોના રક્ષણનું જ નહીં ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ પણ બનશે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો યોજનાનો હેતુછે જળ સંરક્ષણ માત્ર નીતિ નથી, પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે. જળસંચયની યોજના જળસ્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં પણ ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે તેવુ જણાવ્યું હતું

જુનાગઢ જીલ્લામાં બારસો જેટલાં જળસ્ત્રોત ઉભાં કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે જેને આવકારી અભિનંદન આપ્યાં હતાં સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ આભારવિધિ કરી હતી રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પુર્ણ થયો હતો

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.