જસદણના શિવરાજપુરના ખેડૂત અને તેના પુત્રને ધમકી આપી જમીનનુ સાટાખત કરાવી લેતા 4 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
શિવરાજપુર ગામે રહેતા ખેડૂત દિનેશભાઈ ખોડાભાઈ મકવાણાએ જસદણના અશોકભાઈ ઉનડભાઈ ધાધલ, મહાવીર ભાઈ જીલુભાઈ ખાચર, ઉદયભાઇ અશોકભાઈ ધાધલ તથા દહીસરાના મહેન્દ્રભાઈ કનુભાઈ ધાધલ સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદિને રૂપિયાની જરૂરિયાત પડતા અશોકભાઈ પાસે ત્રણ ટકા લેખે 1.50 લાખ વ્યાજે લઈ 1.75 લાખ વ્યાજ ચૂકવી દીધેલું હતું તેમજ મહાવીર ભાઈ પાસેથી ફરિયાદીએ 15% વ્યાજે ટુકડે ટુકડે 2.50 લાખ લઇ 3 લાખ વ્યાજ ચૂકવી દીધેલું હતું છતાં તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના યુનિયન બેન્કના સહીવાળા રકમ ભર્યા વગરના બે કોરા ચેક પડાવી લીધા હતા તેમજ ફરિયાદિની શિવરાજપુર ખાતે આવેલા ત્રણ વીઘા જમીનનુ સટાખત કરાવી લીધું હતું અને બાદમાં દસ્તાવેજ કરી આપવા ધમકી આપી હતી આ કાર્યમાં મહેન્દ્રભાઈ ધાધલ અને ઉદયભાઇ ધાધલે અશોકભાઈ ધાધલ અને મહાવીર ભાઈ ખાચરની મદદ કરી હતી જેથી આ 4 ઇસમો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.