વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશભાઈ સાદરાણી દ્વારા બિનવારસુ લાસના અંતિમ સંસ્કાર કરાયા
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના સુરેશભાઈ સાદરાણી દ્વારા બિનવારસુ લાસના અંતિમ સંસ્કાર કરાયા
વિસાવદરતા. વિસાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ અને સામાજિક કાર્યકર રઘુવંશી અગ્રણી સુરેશભાઈ સાદરાણીને આજરોજ નગરપાલિકા ના માજી પ્રમુખ કૌશિક ભાઈ વાધેલાએ ફોન કરી જાણ કરેલ કે વિસાવદર માં એક બિનવારસુ લાસ મળી આવી છે તેંના અંતિમ સંસ્કાર કરવાના છે તેવા સમાચાર મળતા પોતાના તમામ રોજિંદા કામ અધૂરા મૂકી ત્વરિત જે જગ્યાએ લાસ હતી તે જગ્યાએ જઇ તાત્કાલિક આ બિનવારસુ લાસનો કબજો સંભાળી તેમને પોતે સ્નાન કરાવી હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરેલા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદરના ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી દ્વારા વર્ષોથી કોઈપણ પ્રકારની જાહેરાત કર્યા વિના આવી રીતે આવતી બિનવારસુ લાસોને અંતિમ સંસ્કાર કરે છે ઉપરાંત બે દિવસ પહેલા કોર્ટ વિસ્તારમાં એક કુતરીએ ગ્લુડિયાને જન્મ આપતા અને આ સુરેશભાઈ ત્યાંથી પસાર થતા ગ્લુડિયાનો અવાજ સાંભળીને તાબડતોબ પોતાના ઘરે જઈ સિરો બનાવી આ ભૂખી કૂતરીને ખવરાવેલ હતો.
શ્રી સાદરાણી તથા તેમના ધર્મપત્ની પણ અવારનવાર કોઈપણ દિન દુખિયા લોકોને ભોજન બનાવી જમાડતા હોય તેમજ સરકારી દવાખાનામાં દાખલ થતાં દર્દીઓને પણ નિઃશુલ્ક ટિફિન પહોંચાડી તેમની જઠરાગ્નિ ઠારતા હોય તેવું અનેક વખત બનેલ છે આ ઉપરાંત અનેક તહેવારોમાં દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ વિગેરે વિતરણ કરે છે. તાજેતરમાં જ તેઓએ કોઈપણ જ્ઞાતીના લોકોનું મૃત્યુ થાય તેઓને માટે ખાપણ કાટીયાની કીટ કોઈપણ પ્રકારની ફી લીધા વગર વિનામુલ્યે પુરી પાડવાની કામગીરી પણ ચાલુ કરેલ છે. અને કોઈપણ પ્રકારની પેટી કે દાન લેવામાં આવતું ન હોય માત્ર દાતાઓના સહયોગથી વિનામુલ્યે અપાતી કિટો મૃતકોના પરિવાર સુધી પહોચાડવામાં આવતી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.