વિસાવદર તાલુકા પંચાયત મા રાજકીય વગદારો સાથે અધિકારીઓની મિલીભગતથી થતો ભ્રષ્ટાચાર
રાજકીય વગદારો સાથે અધિકારીઓની મિલીભગતથી થતો ભ્રષ્ટાચારપુરબહારમાં ખિલેલા કટકીના સામ્રાજ્યમાં વિસાવદર તાલુકો જાણે નંબર ૧ હોય તેવું લાગે છે.
આ તાલુકામાં અનેક ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો માત્ર રબ્બર સ્ટેમ્પની ભૂમિકામાં હોય તેવી સ્થિતિ વચ્ચે સરકારી નોકરિયાતો અને ખાસ તાલુકા પંચાયતના અધિકારીઓના નામે એક મેઈલ કરી ખોટા આઈ ડી બનાવી રજિસ્ટ્રેશન કરી અને અધિકારીઓની જવાબદારી વચ્ચે કૌભાંડ કરનારા વ્યક્તિઓ અને રાજકિય વગ ધરાવતા લોકોનો કાયદાના રક્ષકો વાળ પણ વાંકો કરી શકતા નથી ત્યારે ગમે તે કાયદામાં ગમે તે સુધારા થાય પરંતુ કાયદો આ તાલુકાના અમુક ચોક્કસ વર્ગના લોકો માટે જ બનેલ હોય તેવો શૂર સાંભળવા મળી રહીયો છે. કમીશન એજન્ટોથી ભરપૂર સિસ્ટમથી ચૂંટાયેલા સભ્યોમાં અમુક નીતિમતા ધરાવતા અને જનસેવાના ઉદેશ્ય સાથે સિધ્ધાંતોને વળગી રહેલા ચોક્કસ સભ્યોએ વારંવાર પ્રજાનો ધૂમાડો જોઈને બંડ પોકાર્યો છે.અને ટુંક સમયમાં જ આધારભૂત દસ્તાવેજો સાથે કોણે કેટલા રૂપિયાના ચાંઉ કર્યા તે બહાર પાડવામાં આવશે.તેમજ સતાધીશો અને અધિકારીઓની પોલ ખોલી પ્રજા સામે ખુલ્લા પાડવામાં આવશે.એક ચોક્કસ એન્જસીના માણસો સાથે ભાગીદારી સાથે ચાલતી ગેરકાનૂની પ્રવૃતિઓને બંધ કરવા માટે તખ્તો તૈયાર છે.ચૂટણી સમયે જ આ ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ રાજકીય સમીકરણો બદલી શકશે કે કેમ એ જોવાનું છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.