પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા હડકવા દિનની ઉજવણી કરવામાં આવી.
ભારતભરમાં કુતરા પાડવાનો શોખ અવિરત વધી રહ્યો છે ત્યારે પાલતુ પ્રાણી, જંગલી પાણીમાં હડકવાના રોગ થતા હોય છે. જે પ્રાણીને હડકવા થયો હોય તે પ્રાણી કરડવાથી તેની લાળ દ્વારા હડકવા નો રોગ ફેલાતો હોય છે. વર્ષે 50 થી 100 લોકો હડકવાના કારણે મૃત્યુ પામતા હોય છે. આ રોગ પાલતુ પ્રાણી અથવા જંગલી પ્રાણી કરડવાથી કે જેને હડકવા લાગ્યો હોય તેને લાળ દ્વારા મગજ સુધી તેનો ચેપ ફેલાતો હોય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીની અધ્યક્ષતામાં વેટેનરી ડોક્ટર વી.આર.પરમાર. રાકેશ જોષી,સુભાષ પટેલ,ચેતન પટેલ,સ્નેહલ રાઠોડ ની ટીમ દ્વારા પશુ દવાખાના ખાતે હડકવાની વેક્સિન ફ્રી જાહેરાત કરી પાલતુ પ્રાણીઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. આ કેમ્પમાં 35 કુતરાઓને રસી આપવામાં આવી હતી. જેમાં ડોબરમેન પામોલીય ગ્રેટ ડેન અને દેશી કુતરાઓનો સમાવેશ થતો હતો. અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોષી જણાવ્યું હતું કે પાલતુ કુતરાઓના માલિકોએ ફરજિયાત હડકવા વિરોધી વેક્સિન સાથે અન્ય વેક્સિન અપાવી જોઈએ જેથી કરીને ઘરના બાળકો ઘરડાઓને તેમના દ્વારા થતા રોગ અટકાવી શકાય છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.