સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ મતદાન જાગૃતિ અંગે કરેલી અપીલ
સારંગપુર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ મતદાન જાગૃતિ અંગે કરેલી અપીલ
વર્તમાન સમયમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે અનેકવિધ સંતો, મહંતો તથા મહાનુભાવો મતદાન અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યા છે. તે જ ઉપલક્ષમાં તીર્થભૂમિ સારંગપુર ખાતે પ.પૂ.મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે અને તેઓની અજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ બોટાદ જિલ્લાની જનતાને મતદાન જાગૃતિ અંગે અપીલ કરતાં જણાવ્યું છે કે,મતદાન દરેક ભારતીયોનો મૂળભૂત અધિકાર છે, ફરજ છે. પ્રત્યેક ભારતીય નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ. રાષ્ટ્રની ઉન્નતિ કરી શકે, રાષ્ટ્રને વિકાસની દિશામાં લઈ જાય અને ધર્મની રક્ષા કરી શકે તેવા યોગ્ય ઉમેદવારને પોતાનો કીમતી મત આપવો,જેથી રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને.આગામી 7મી મે ના દિવસે મતદાન દિન હોવાથી આપડે સર્વે અચૂક અને આળસ કર્યા વગર તે દિવસે સવારે પૂજા પ્રાર્થના બાદ તરત જ પોતાનો મત આપવા માટે જઈએ અને આપણી પવિત્ર ફરજ પૂરી કરીએ.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.