રાજકોટ શહેરમાં પરપ્રાંતિય પરિણીતા ઘરેથી નીકળી ગઈ, ભૂલા પડતા ૧૮૧ અભયમ ટીમે મિલન કરાવ્યું.
રાજકોટ શહેર તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં તા.૨૨૧૨૨૦૨૨ ના રોજ રાત્રે ૧૧:૨૫ વાગ્યે ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં ફોન આવેલ જેમાં જણાવેલ કે પરપ્રાંતિય મહિલા ને પતિ મારકૂટ કરતા ઘરેથી નીકળી ગયેલ બાદ માં ઘર નું એડ્રેસ ભૂલી જતાં પીડિતા રડતી હાલત માં મળી આવેલ છે. જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવેલ. ઘટનાની જાણ થતાં તુરંત ૧૮૧ અભયમ આજીડેમ લોકેશનની ટીમનાં કાઉન્સેલર ભારતીબેન પરમાર મ.પો.કો. ડિમ્પલબેન જોષી પાઇલોટ ભાનુબેન મઢવી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર ઘટના અંગે પીડિતા એ જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્ર થી કામ અર્થે રાજકોટ આવ્યા હતા રાજકોટ આવ્યા નાં માત્ર ૪ જ દિવસ થયા છે. ૨ દિવસ થી પતિ સતત નશાની હાલત માં જ રહે છે. આજરોજ મારકૂટ કરતા હોવાથી બીકના કારણે ઘરે થી ભાગી ગુરુપ્રસાદ ચોક સુધી આવી ગયેલ. ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા અનેક મજૂરોનાં રહેણાક સ્થળે તપાસ કરી તેમજ પીડિતા ની સાથે રાખી તેના રહેણાંક સ્થળને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.