કીર્તિમંદિરમાં બાપુની વિચારધારાને જાણવા કરતા લોકોને સેલ્ફીમાં અને ફોટોગ્રાફીમાં વધારે રસ!
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન એટલે કીર્તિમંદિર. આ રાષ્ટ્રીય સ્મારકની દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે મુલાકાત લઈ રહ્યા છે. દરરોજ સરેરાશ ૩૦૦૦થી વધુ લોકો કીર્તિમંદિરે આવે છે અને ત્યાં આવ્યા બાદ ભાગ્યેજ કોઈ ગાંધીજીની વિચારધારા વિશે અને ગાંધીજીના જીવન વિશે પૂછતા હશે. મોટાભાગના પ્રવાસીઓ કીર્તિમંદિરમાં પગ મૂકે ત્યારથી મોબાઈલ કાઢીને સેલ્ફી લેતા નજરે પડે છે. એટલું જ નહીં પરંતુ તૈલીચિત્ર પાસે પણ ઉભા રહીને તસ્વીરો ક્લિક કરાવતા દેખાય છે. ચોંકાવનારી બાબત એ છે કે કીર્તિમંદિરમાં આવતા લોકો ઘણી વખત કસ્તુરબા અને ગાંધીજીના ચિત્ર સુધી પગથિયા પર બેસી જાય છે અને ફોટા ખેંચાવતા હોય છે. સ્વાભાવિક રીતે જ આવા સ્મારક ખાતે મહાનુભાવોની ગરિમા જળવાવી જોઇએ તેના બદલે ગાંધીજી સાથે કે તેની વિચારધારા સાથે કશી જ લેણદેણ ન હોય તેમ અંદર આવીને માત્ર ફોટા ક્લિક કરતા પ્રવાસીઓ પણ નોંધપાત્ર હોય છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.