ટૂંક સમયમાં સ્કિન બેન્ક ખુલશે, દાઝેલા-ઘાયલ દર્દીઓને ચામડી આશીર્વાદરૂપ બનશે, ત્વચા 5 વર્ષ સાચવી શકાશે - At This Time

ટૂંક સમયમાં સ્કિન બેન્ક ખુલશે, દાઝેલા-ઘાયલ દર્દીઓને ચામડી આશીર્વાદરૂપ બનશે, ત્વચા 5 વર્ષ સાચવી શકાશે


રાજકોટમાં દેહદાન,ચક્ષુદાન બાદ હવે ચામડીનું પણ દાન લેવામાં આવશે અને દેવામાં આવશે. રાજકોટમાં રાજ્યની સૌ પ્રથમ સ્કિન બેન્કનો આજથી પ્રારંભ થશે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દાઝી ગયેલા, ઘાયલ થઈ ગયેલા દર્દીઓને સ્કીનની તાતી જરૂરિયાત પડી રહી છે જેને ધ્યાનમાં રાખી થોડા મહિનાઓ અગાઉ જ પ્રાઈવેટ સ્કીન બેન્ક શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં પણ ટૂંક સમયમાં નવી સ્કીન બેન્કનો પ્રારંભ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્કીન બેન્ક શરૂ કરનારી ગુજરાતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.