પેપર લીક મુદ્દે કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક ખો-ખો રમ્યા, આજે ફરિયાદ કરવાની ખાતરી આપી - At This Time

પેપર લીક મુદ્દે કુલપતિ, રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક ખો-ખો રમ્યા, આજે ફરિયાદ કરવાની ખાતરી આપી


35 દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નહીં કરવા મુદ્દે NSUIએ કુલપતિને બંગડી આપી વિરોધ કર્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષાના પેપર લીક થયાની ઘટનાને 35 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં થતા ગુરુવારે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ કુલપતિની ચેમ્બરમાં હંગામો મચાવ્યો હતો. પોલીસ ફરિયાદ ક્યારે દાખલ કરશે તેની લેખિતમાં ખાતરી ન આપે ત્યાં સુધી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વીસી ચેમ્બરમાં જ બેસીને ધરણાં કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.