પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગ રૂપે પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયાની અધ્યક્ષતા હેઠળ જાહેર લોક સંવાદ કાર્યક્રમનુ આયોજન થયું
આજ રોજ પોલીસ અધિક્ષક .કે.એફ.બળોલીયા બોટાદ દ્રારા પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક તપાસણી કરવામા આવેલ. આ વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગ રૂપે પોલીસ અધિક્ષક બોટાદ અધ્યક્ષતા હેઠળ જાહેર લોક સંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ. આ લોક સંવાદ કાર્યક્રમમા પાળીયાદ પોલીસ સ્ટેશનના પ્રો.P.I એસ.કે.કાંબડ તથા P.S.I એન.જી.પરમાર તથા P.S.I એચ.એ.વસાવા તથા પાળીયાદ પોલીસ સ્ટાફ હાજર રહેલ તથા પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના પ્રતિષ્ઠીત આગેવાનો/સરપંચશ્રીઓ તથા સમાજના આગેવાનો તથા અન્ય નાગરીકોએ હાજરી આપેલ.જાહેર લોક સંવાદ કાર્યક્રમમા હાજર રહેલા તમામ આગેવાનોને ગામડાઓમા કાયદો અને વ્યવસ્થા લગત કોઇ પ્રશ્રો કે રજુઆત બાબતે ચર્ચા કરવામા આવેલ તથા ગામડાઓમા કોઇ પોલીસ ફરીયાદ કે પોલીસ લગત અન્ય કોઇ રજુઆત સાંભળવામા આવેલ તથા લોકોને વાહન ટ્રાફીક અવેરનેસ તથા સાયબર ક્રાઇમ બાબતે માહીતી પુરી પાડવામા આવેલ.પોલીસ અને પ્રજા વચ્ચે જરૂરી સંવાદ થી પ્રશ્રો/રજુઆત સાંભળવામા આવેલ અને ગામના આગેવાનોએ ક્રાઇમ લગત તપાસમા પોલીસને મદદરૂપ અને સહકાર આપવા જણાવવામા આવેલ તથા સરપંચ શ્રીઓએ એકદંરે પોલીસ કામગીરીથી સંતોષ જણાવેલ એરીતે લોકોના પ્રશ્નોને વાચા આપવા પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામા આવેલ જાહેર લોક સંવાદ કાર્યક્રમ સફળ પુરવાર થયેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.