શિહોર તાલુકાના ભડલી ગામે ગત રાતે દીપડાએ પાડી નું મારણ કર્યું
બનાવની વિગત અનુસાર ભડલી ગામે રહેતા હરેન્દ્રસિંહ દીલુભા ગોહિલ પોતાના ભાઈ સાથે રાત્રી દરમિયાન વાડીમાં પાણી વાળવા ગયા હતા તે સમયે પોતાની વાડીએ બાંધેલ ગાયો ભેંસો જોર જોરથી ભાંભરતા સાંભળીને બન્ને ભાઈઓ ઢોરના તબેલા તરફ જતાં દીપડો પાડીની ઉપર હુમલો કરી રહ્યો જોવા મળ્યો હતો .
આ સમયે બન્ને ભાઈઓને જોતાં દીપડો બાજુમાં આવેલ જાડીમાં જતો રહ્યો હતો અને પાડી તે જ સમયે મૃત્યુ પામી હતી
જો કે આ બનાવની જાણ થતાં ગ્રામજનો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અન તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવી હતી અને તાબડતોબ ફોરેસ્ટ વિભાગ નાં અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી
ખાસ કહેવામાં આવે તો આ પંથકના ખેડૂતો દ્વારા દિવસે લાઈટ માટે અવારનવાર લાગતાં વળગતા તંત્ર ને રજૂઆતો કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ પંથકમાં રાની (જંગલી) પશુનો અસહ્ય ત્રાસ હોય આના કારણે ખેડૂતો માં ભય નો માહોલ હોય એટલાં માટે દિવસે લાઈટ આપવામાં આવે પરંતુ આજ સુધી આ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી .
તો સત્વરે દીપડાને પાંજરે પુરવામાં આવે અને દિવસે થ્રિ ફેજ લાઈટ વાડી વિસ્તારમાં આપવામાં આવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.