જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન - At This Time

જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન


(રીપોર્ટ વિજય ચૌહાણ)
જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તારીખ 22/8/2024 અને તારીખ 23/8/2024 એમ બે દિવસ માટે દિવ્યાંગ સહાય માટેનો કેમ્પનુ આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયેલું છે. જેમાં જસદણ તેમજ આજુબાજુના દિવ્યાંગ લોકો લાભ લઈ શકશે. આ કેમ્પમાં નાક, કાન, ગળાના, આંખના અને હાડકાના દર્દીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યાં કેમ્પની જગ્યાએ આવકનો દાખલો મળી રહેશે તેમ જ પાસ રીન્યુઅલ થઈ શકશે. આ માટે સમાજ કલ્યાણ ખાતુ, નગરપાલિકાનો સ્ટાફ તેમજ આભા કાર્ડ કેમ્પ ની જગ્યાએ આવી સવલતો પૂરી પાડવા માટે તમામ સ્ટાફ ખડે પગે સેવા કરી રહ્યો છે. તેમજ જસદણ સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને તાલુકાના આજુબાજુના હેલ્થ સ્ટાફ ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે, તો આ કેમ્પનો જસદણ તેમજ આજુબાજુના દિવ્યાંગોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.