મુળી તાલુકા વિકાસ અધિકારી ની ઓફિસ ભાજપ આગેવાનો નો અડ્ડો
*મુળી તાલુકા વિકાસ અધિકારી ની ઓફિસ બની રહી છે ભાજપનું કાર્યાલય*
*અન્ય પાર્ટી ના લોકોને રજુઆત થી દૂર રાખવામાં આવે છે*
મુળી તાલુકા વિકાસ અધિકારી ની ઓફિસ ભાજપ નો અડ્ડો બની ગઈ હોય તે રીતે આગેવાનો સતત ઓફિસ માં જ જોવા મળે છે ત્યારે અનેક ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે આજે રાજુભાઈ કરપડા રજુઆત માટે તાલુકા વિકાસ અધિકારી ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે ભાજપ આગેવાનો નો અડ્ડો જામેલ હોય
*જ્યારે પણ ગામડામાંથી કોઈ તાલુકા વિકાસ અધિકારીને કોઈ રજૂઆત કરવા માટે આવે ત્યારે ભાજપના એક બે નેતા TDO ની ઓફિસમાં પગ પર પગ ચડાવીને બેસી જતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આજરોજ વિદ્યાર્થીઓના દાખલાની પડી રહેલી મુશ્કેલીના મુદ્દે "આપ" નેતા "રાજુભાઈ કરપડા" જ્યારે રજૂઆત કરવા તાલુકા વિકાસ અધિકારીને પહોંચ્યા ત્યારે રાબેતા મુજબ તાલુકા ભાજપના એક પ્રતિનિધિ ઓફિસમાં આવીને બેસી ગયા જેના કારણે થોડી વાર માટે વાતચીત ઉગ્ર બની હતી. તાલુકા વિકાસ અધિકારીની એવી તો છું મજબૂરી રહી છે કે પોતાની ઓફિસમાં કામ વગર બેસી રહેતા ભાજપના નેતાને ઓફિસ બહાર બેસવાનું કહી શકતા નથી. તાલુકા ભાજપના નેતા સરપંચો અને તાલુકા ની સામાન્ય જનતા પર પ્રભાવ ઉભો કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસનો અને ખુરશીનો ઉપયોગ કરી રહ્યા હોય એવું દેખાય છે.*
ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે અને મુળી તાલુકા વિકાસ અધિકારી ની ઓફિસ ને આ લોકો થી મુકત કરાવવા માટે લડત સાથે રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.