જસદણ-આટકોટ ફોરલેન પર ઝાડી-ઝાંખરાનું જંગલ વિસ્તર્યું, તંત્ર સફાઈના મૂડમાં નથી! - At This Time

જસદણ-આટકોટ ફોરલેન પર ઝાડી-ઝાંખરાનું જંગલ વિસ્તર્યું, તંત્ર સફાઈના મૂડમાં નથી!


જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો પસાર કરવામાં વાહનચાલકોને લાગે છે ડર

જસદણ-આટકોટ ફોરલેન બન્યા બાદ જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં સફાઈની કામગીરી કરવામાં આવી ન હોવાથી હાલ ગાંડા બાવળનું જંગલ ફૂટી નીકળ્યું છે. છતાં જવાબદાર તંત્ર કુંભકર્ણની મીઠી નિંદ્રામાં ઘોરી રહ્યું હોવાથી વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જો આ ગાંડા બાવળનું તુરંત કટીંગ કરવામાં નહી આવે તો ગોઝારો અકસ્માત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. છતાં પ્રજાના પ્રતિનિધિઓને પણ આ કેમ ધ્યાને આવતું નથી તેવા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. આ રોડ પર ગાંડા બાવળના સામ્રાજ્ય ખડકાઈ જતા નાનામોટા અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.